Myvideo

Guest

Login

A Royal state of Devgadh Baria #devgadhbaria

Uploaded By: Myvideo
1 view
0
0 votes
0

દેવગઢ બારિયા રજવાડી નગર ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ તથા જંગલોથી ઘેરાયેલા આ નગરની વિશેષતા એ છે કે અહીંનું હિલસ્ટેશન જેવું વાતાવરણ પ્રકૃતિવાદીઓમાં આકર્ષણ જન્માવે છે. ફરી ને ફરી અહીં આવવા લલચાવે છે... ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારની કિલ્લેબંધી ધરાવતું રજવાડી... નગર દેવગઢ બારિયા આહ્લાદક... અને રમણીય કુદરતી વાતાવરણ માટે ખૂબ જ જાણીતું છે. કુદરતના ખોળે વસેલા નગરની વિશેષતા જ એ છે કે અહીંનું અનોખું કલાયમેટ પ્રકૃતિવાદીઓમાં આકર્ષણ જન્માવે છે. નગરના કુલ જમીન વિસ્તાર પૈકી ૭૦ ટકાથી વધુ વૃક્ષાચ્છાદિત છે. પ્રકૃતિદત્ત રીતે દેવગઢ બારિયા નગર ફરતે ડુંગરોની કિલ્લેબંધી છે. તેમાં સાગ, મહુડા, નીલગીરી, લીમડા, સીસમ સહિત પંચરવ વૃક્ષોનું મોટું પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત નગરના વિવિધ વિસ્તારોમાં પણ વૃક્ષોની હરિયાળી નજરે પડે છે. તેના કારણે સમગ્ર નગર ગ્રીન બેલ્ટમાં પથરાયેલું નિહાળી શકાય છે. અભેધ કિલ્લેબંધી ધરાવતા દેવગઢ ડુંગર પરથી નગર રચનાનો નજારો હિલસ્ટેશન જેવો દેખાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તારમાં લીલોતરીને પગલે વૃક્ષો નવપલ્લવિત થતા અનેરૂ કુદરતી વાતાવરણ જામે છે. નગરની મુલાકાત લેતા મુલાકાતીઓ, પ્રવાસીઓ તથા પ્રકૃતિવિદો કુદરતી સૌંદર્યને જોઇને એકદમ અભિભૂત બને છે. દેવગઢ બારિયા રજવાડી નગર હોઇ અહીં પ્રાચીન રાજમહેલો તથા શિલ્પ સ્થાપત્યનો બેનૂમન વારસો આજેય જળવાયેલો છે. નગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો પર્યટકો કુદરતી સૌંદર્યને પણ ભરપેટ માણી શકે છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ ગ્રીન બેલ્ટ હોવાના કારણે જ દેવગઢ બારિયા અનોખું ગ્રીન ડેસ્ટિનેશન ધરાવતા નગર તરીકે પ્રખ્યાત

Share with your friends

Link:

Embed:

Video Size:

Custom size:

x

Add to Playlist:

Favorites
My Playlist
Watch Later